મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં, ૧/૮

ધિર ધોરી ધરા એ ઢાળ છે

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

તન મન ધનતો તેદિ જ આપીયું, હવે શું કેછે જે મારૂંજ માહાંરે. મેલ. ૧

જે કાંયે આપીયું તે આપણું નહિ નિશ્ચે,

અને મોરથી જેહનું, મૂલ લીધું,

જેહનો પાર તે કોયે પામે નહિ,

તે દયા કરી સુખ તુજનેજ દીધું. મેલ. ર

માથા સાટે માલ સહુ કહે સંસારમાં,

જન મન એમ સત્ય જાણે,

શિશને રાખતાં છતાં કાજ કેનું સર્યું,

હે મન મદમતિ તું કહાંજ તાણે. મે. ૩

હવે ડગમગ પરહરિ સમરને શ્રી હરિ,

મેલને ઉથાન તે સર્વે મનનું,

નિષ્કુળાનંદ એમ આનંદમાં વરતશે,

ધન્ય ધન્ય જીવતવ્ય તેહજ જનનનું. મે. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી