મોટીબાના રે, જેવો મુજને વૈરાગ્ય વિવેક થાય૪/૪

મોટીબાના રે, જેવો મુજને વૈરાગ્ય વિવેક થાય,
લાડુબાના રે, જેવી શ્રદ્ધાભકિત રહે સદાય...૧
રાજુબાઇના રે, જેવો ધર્મ ને તપ દેજો મારા નાથ,
અમુલા અમરી રે, જેવી સેવા કરીએ મળીને સાથ...૨
ઝમકુબાઇના રે, જેવો મારે જોઇએ તમારો ખપ,
રાઇબા મીણબા રે, જેવો સદા સ્નેહે જપુ હું જપ...૩
નાની પાંચાળી રે, જેવી દેજો અનુવૃત્તિ સદાય,
જ્ઞાનજીવનને રે, ભકતના ગુણો આપો મારા રાય...૪

મૂળ પદ

ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો

મળતા રાગ

દેજો દેજો ભક્તિ મુજને ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી