ભાઇ આદ્ય ને અંતે વાત વિચારીયે, તો ભકિત તણો તે ભેદ લાધે ૨/૮

ભાઇ આદ્ય ને અંતે વાત વિચારીયે, તો ભકિત તણો તે ભેદ લાધે,

સંશે સર્વે ટળે માન મનનું ગળે,

અનભે થઇ મન આનંદ વાધે. ભા. ૧

ભાઇ ભકિત કરતા પ્રહલાદને પિડીયો, જોને જેદેવ જીના કર કાપ્યા,

હરીચંદ મોર ઘ્વજ મિરાંને દમી,

પાંચાલી સહિત પાંડવ સંતાપ્યા. ભા. ર

એઇ આદ્યે અનંત સંત તે સહિ, દેહે કરી કો કોણ બેઠાજ ઠરી,

ભક્તને જક્તની વાત તે જુજવી,

એમ આદ્યને અંત્યની એ રીતે ખરી .ભા. ૩

સત ત્રેતા દ્વાપરને કલીજે ક્યે, એ ચાર જગમાં હરિ એક આપે,

નિષ્કુળાનંદએ નિશ્ચે તું જાણજે,

દેહ તણું સુખ તે નહિજ આપે. ભા. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી