દાસના દુશ્મન તે હરિ હોયે નહિ, ભાઇ જે કાંય કરશે તે સુખ થાશે ૩/૮

દાસના દુશ્મન તે હરિ હોયે નહિ, ભાઇ જે કાંય કરશે તે સુખ થાશે,

અણ સમઝે અટપટું એ લાગે ખરૂં,

પણ સમઝીને જુવે તો સત્ય ભાસે. દા.૧

ભાઇ સુખમાં હરિ કહો કેને સાંભર્યા, જો ધન રાજને પરિવાર પામે,

રાજના સાજમા રામજી વીસરે,

વળી માલના મદના મદમાં મત્ત વામે. દા. ર

ભાઇ સંસાર ના સુખ તે દુઃખ છે દાસને,

તેહ હરિ વિચારીને નહિજ આપે,

પણ જગતના જીવતે જુગતી જાણે નહી,

અણ છતાં દાસનાં દોષ થાપે. દા. ૩

ભાઇ દેહ તણું દુઃખ તેહ સુખ છે સંતને,

જો અખંડ વરતી વલી એમ રહે,

નિષ્કુળાનંદ એ દયા નાથની જાણજે,

જે સમજ્યાં તે તો એમજ કહે. દા. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી