નટવર હરિ સુંદર નેણ સેણ સુખકારી, ૨/૪

નટવર હરિ સુંદર નેણ સેણ સુખકારી,

સુંદર વદન સુખ સદન મદન કોટ્ય વારી. ન. ૧

મુખ હસીત હરતચિત, કરત પ્રીત પ્યારી,

નીરત્ય સુરત્ય એહીમુરત્ય, અંતર લ્યો ઉતારી. ન. ર

અટક લટક ચાલ્ય લાલ, ખ્યાલ લાલ ન્યારી,

વારમવાર એહી વિચાર, રાખુ રુદે ધારી. ન. ૩

સુંદર રૂપ અતી અનુપ, ભૂપ રૂપ ભારી,

સરવે શિરતાજ રાજ, મારાજ મોરારી. ન. ૪

દેવન દેવ અતી અભેવ, સેવ સો અમારી,

નિષ્કુળાનંદ એહી મુરત, પ્રાણ પે જો પ્યારી. ન. પ

મૂળ પદ

ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી