મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧

 મારું સહજાનંદ શુભ નામ, રટજો ભાવે કરી;
	કામો કરીશ તમારાં તમામ, રટજો ભાવે કરી...ટેક.
મારી મૂર્તિમાં મન સદા સ્થિર કરો, પતિવ્રતાના જેવી તમે ભક્તિ કરો;
	રળો મારા માટે જ ધન ધામ...રટજો૦ ૧
સદા મારું ચિંતવન તમે કર્યા કરો, સાચા સંતોની સેવા ભાવે કર્યા કરો;
	વાલા આપજો ભક્તોને માન...રટજો૦ ૨
મારાં લીલા ચરિત્રોને ધ્યાને ધરો, સદા કથા કીર્તન ધૂન કર્યા કરો;
	એમાં તલ્લીન રહો આઠો જામ...રટજો૦ ૩
મારી સિવાય બીજી આશા નાશ કરો, મારા મહિમાને રાતદિ વિચાર્યા કરો;
	જ્ઞાન ભક્ત બનોને નિષ્કામ...રટજો૦ ૪ 
 

મૂળ પદ

મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી

મળતા રાગ

તમે ભાવે ભજી લ્યો ભગવાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0