નિરખી દ્રગન મદન મોહન, લગન ચરણ લાગી, ૩/૪

નિરખી દ્રગન મદન મોહન, લગન ચરણ લાગી,

ભદન રજન તજન ત્રાસ, તાપ ત્રયે ત્યાગી. નીર. ૧

રટત ઘટત મટત મોટ, કોટ અઘ આગી,

ચરન સરન જનમ મરન, ભવન ત્રાસ ભાગી. નિ. ર

ચિત વિત ચિત તન પુનિત, પ્રીત રીત રાગી,

ચરન જાસ દાસ તાસ, સદા વાસ માગી. નિ. ૩

ધરત ધ્યાન જન સુજાન, જ્ઞાન જો વૈરાગી,

રે સ્વતંતર નર નિરંતર, અંતર જયોત જાગી. નિ. ૪

કરત સુખ મરત દુઃખ, સમર્યે શ્યામ સ્વામી,

નિષ્કુળાનંદ હોયે આનંદ, નિરભે નોબત્ય વાગી. નિ. પ

મૂળ પદ

ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી