અહો જો આશ્ચર્ય વાત, નાથ હાથ ગ્રહે, ૪/૪

 અહો જો આશ્ચર્ય વાત, નાથ હાથ ગ્રહે,

કરી સનાથ રાખી સાથ, ગાથ જ્ઞાન કહે.          અહો.૧
ચરન વાસ આપ કાપ, પાપ કોટ દહે,
કરત મગન અગન જન, લગન તગન લહે.   અહો. ર
કરી અભય ભાગી ભય, નિરભે નર રહે,
અપાર તે સંસાર વાર, ધારમે ન વહે.              અહો. ૩
રહે નિઃશંક નર નિઃશંક, શંક નહિ સહે,
ઇન્દ્ર ચંદ્ર વિધિ સુખ , ચિતમાં ન ચહે                અહો. ૪
સદ‌્ગુરુ પ્રતાપ આપ, થાપ નવ થહે,
નિષ્કુળાનંદ હોયે આનંદ, રહે હુલસી હૈયે.         અહો. પ
 

મૂળ પદ

ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી