પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર, ૧/૮

રાગ પંચમ સામેરી

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

સંદેશો ન આવ્યેરે હો, શામળીયે લીધી નહિ બાઇ સાર. પિ. ૧

મથુરાની માનની રે હો, હાવ ભાવે હરિ કીધલા હાથ,

તેણે નાથ નાવીયા રે હો, વાલે મારે વિસારીયો વ્રજસાથ. પિ. ર

તેણે તન તલફે રે હો, રાત્ય દિન ઝંખે મારો રે જીવ,

જોષી જુવો જોષને રે હો, ક્યારે હવે આવશે મારો રે પિવ. પિ. ૩

આણી આણી આંખ્યશું રે હો, જોશું જ્યારે નિષ્કુળાનંદનો નાથ,

ત્યારે દિન લેખે લેખશું રે હો, જ્યારે મલશું શામળીયાને સાથ. પિ. ૪

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી