ગુણી તારા ગુણની રે હો, વળી વળી કૈયે કેટલીક વાત, ૪/૮

ગુણી તારા ગુણની રે હો, વળી વળી કૈયે કેટલીક વાત,પળે પળે પાળીયા રે હો, ઘણી ઘણી ટાળી અમારી રે ઘાત.  ગુ. ૧
દુઃખી દેખી દાસને રે હો, દયા તમે દલમાં આણી દયાલ,જાત વઇ વેનમાં રે હો, જો તમે શામ ન કરત સંભાળ.  ગુ. ર
આ ત્વચા તાછિ તનની રે હો, કરૂં મારા પીયુ પગની પેજાર,રખે ખુચે રાજને રે હો, વળી વળી કરૂં એમ વિચાર.  ગુ. ૩
મારૂં મેં તપાસીયું રે હો, એવો ગુણ નથી મુજમાં રે એક,નાથ નિષ્કુળાનંદના રે હો, તમે વડો વાળ્યો વાલા વિસેક.  ગુ. ૪ 

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી