શોધ્યું મેં સંસારમાં રે હો, તમ જેવા ન દિઠા કોયે નર, ૭/૮

શોઘ્યું મેં સંસારમાં રે હો, તમ જેવા ન દિઠા કોયે નર,

માટે મન માનીયું રે હો, ભાવે મને ભાવી ગયા ભુધર. શો. ૧

તારા જેવી આંખડી રે હો, નથી મેં તો દિઠી કેની નાથ,

સુણી વાણી મુખની રે હો, તન મન માન્યું તમ સાથ. શો. ર

હલકમાં હાલતાં રે હો, લટકામાં લોભાણી નંદલાલ,

રૂપ તારૂં રસિયા રે હો, જોઇ મને વાધી છે વળી વહાલ. શો. ૩

છેલ છબી તારી જોઇને રે હો, ચિત મારે ચોંટ્યા ચતુર સુજાણ,

રાજ નિષ્કુળાનંદના રે હો, પ્યારા છો મારા જીવન પ્રાણ. શો. ૪

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી