આજ ભલે આવીયા રે હો, દેવા હરિ અમને દરશન દાન, ૮/૮

આજ ભલે આવીયા રે હો, દેવા હરિ અમને દરશન દાન,
રાખી રીત્ય રાવળી રે હો, કૃપા મુને કીધી છે તમે કાન.              આજ. ૧
પાળું બ્રદ પોતા તણું રે હો, આણ્યો નહિ અવગુણ મારો એક,
દયા કરી દિનને રે હો, દિનબંધુ ટાળી નહિ તમે ટેક.                આ. ર
હતું એમ હૈઇડે રે હો, જાણ્યું કોયે રીત્યે મળશે રાજ,
દુઃખ ઘણા દનનું રે હો, અલબેલા ભાંગીયું મારું આજ.             આ. ૩
ધન્ય દિન આજનો રે હો, ઘણે દાડે આવીયા મારે ઘેર,
સ્વામી નિષ્કુળાનંદના રે હો, મુજપર મોહન આણી મેર.           આ. ૪ 

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી