શ્રીજીને વશ કરવા હોય જેને કહું ઉપાય તે કરવો તેને ૧/૧

શ્રીજીને વશ કરવા હોય જેને,
કહું ઉપાય તે કરવો તેને...શ્રીજીને૦ ૧
દાસના દાસ થઇ રહેવું સદાયે,
આખી દુનિયા ભલે ગુણલા ગાયે...શ્રીજીને૦ ૨
હોય હરિભકત નાનામાં નાનો,
મહિમા અતિશય તેનોય માનો...શ્રીજીને૦ ૩
શ્રીહરિ પોતાની પૂજા સ્વીકારે,
આપે દર્શન જ્યારે સંભારે...શ્રીજીને૦ ૪
રાખે પ્રભુજી પ્રેમ ઘણેરો,
તોય થઇ રહે પોતે નાનેરો...શ્રીજીને૦ ૫
આ સત્સંગમાં નાનામાં નાનો,
તેને પણ અતિશે દિવ્ય જ માનો...શ્રીજીને૦ ૬
થઇને તેની ચરણરજ રહેવું,
જ્ઞાનજીવનનું એવું કહેવું...શ્રીજીને૦ ૭

મૂળ પદ

શ્રીજીને વશ કરવા હોય જેને

મળતા રાગ

શાંતિ પમાડે તેને સંત કહીએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી