માની લે રે માની લે રે માની લે મન મારું, તો ઘણું સારું રે મન માની લે  3/4

 માનીલે રે માનીલે રે માનીલે મન મારું, તો ઘણું સારું રે મન માનીલે -ટેક.
	માની લે રે માનીલે રે ખોટામાં શું ખૂંત્યો, તજને તું તો રે...મન૦ ૧
માની લે રે માનીલે રે ધાઈશ મા ધન નારી, થાશે ખુવારી રે...મન૦ ૨
	માની લે રે માનીલે રે સાચાનો થા સંગી, મન બહુરંગી રે...મન૦ ૩
માની લે રે માનીલે રે તાણ તારી તજી, હરિ લેને ભજી રે...મન૦ ૪
	માની લે રે માનીલે રે કહે નિષ્કુળાનંદ, ફીટે ભવફંદ રે...મન૦ ૫ 
 

મૂળ પદ

જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી