વિચારે રે વિચારે રે, વિચારે વિર વારૂ, ૪/૪

 વિચારે રે વિચારે રે વિચારે વીર વારું, તો ઘણું સારું રે વીર વિચારે- ટેક.
	વિચારે રે વિચારે રે વિચારીને ચાલે, જાવું કાલે રે...વીર૦ ૧
વિચારે રે વિચારે રે વિચારીને બોલે, હરિ મ ભૂલે રે...વીર૦ ૨
	વિચારે રે વિચારે રે સતસંગ કુસંગ, તો રહે રંગ રે...વીર૦ ૩
વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી, ગઈ આવે નહીં રે...વીર૦ ૪
	વિચારે રે વિચારે રે કહે નિષ્કુળાનંદ, છેલ્લી છંદ રે...વીર૦ ૫ 
 

મૂળ પદ

જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી