માન મનવા મેલી દેને, રહેને તું સારા સંગમાં નબળા સંગ રાખીશ તો ૨/૪

માન મનવા મેલી દેને, રહેને તું સારા સંગમાં,
નબળા સંગ રાખીશ તો, ખપીશ ખોટા નંગમાં...૧
અહંકારી ખોટી વાણી, બોલમા તું જાણી પ્રાણી,
સુખ મળ્યું નથી કોઇને, હરિની આજ્ઞા ભંગમાં...૨
આજ્ઞા પળ્યે દુઃખ ટળે, ધન આબરૂ ને સુખ મળે,
લાજ વિનાનો થઇશ તો, ઉડાડશે સહુ વ્યંગમાં...૩
હરિ તારી સાચી મૂડી, ભવ પાર કરવા હુડી,
સત્પુરુષનો સંગ કરવો, નાહવું કથા ગંગમાં...૪
સહજાનંદ સર્વોપરિ, કૃપા કરી છે હરિ ખરી,
જ્ઞાનજીવન સુખ પામ્યા, સારા આ સત્સંગમાં...૫

મૂળ પદ

જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં મશગુલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી