જાગી કરને ભજન મનવા, લેને માળા હાથમાં શું લઇને આવ્યો હતો તું ૩/૪

જાગી કરને ભજન મનવા, લેને માળા હાથમાં, 
શું લઇને આવ્યો હતો તું, શું લઇ જાવું સાથમાં...
માંસમાં શું મોહ્યો અલ્યા, જોને આવા પ્રભુ મળ્યા, 
વિચાર્યા વિના ભજન તારુ, સર્વે જાશે પાપમાં...
કાયા માયા વાલી તને, રૂપ રંગો ગમે તને, 
પાછો વળ તું નારી થકી, લગાવ નેત્રો નાથમાં...
હાથ ઝાલી સાથે રેશે, નાથ પ્યારા સુખ દેશે, 
જીભ તારી જોડી દેને, ગોવિંદ ગુણ ગાથમાં...
ભકિત કરીશ જો તું ઝાઝી, સહજાનંદજી થાશે રાજી, 
જ્ઞાનજીવનનો સ્વામી તને, હેતે લેશે બાથમાં...  

મૂળ પદ

જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં મશગુલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી