પ્યાર કરીલે પ્યાર મનવા, પ્યારા શ્રી ઘનશ્યામમાં નાશવંત આ દેહ તારો ૪/૪

પ્યાર કરીલે પ્યાર મનવા, પ્યારા શ્રી ઘનશ્યામમાં,
નાશવંત આ દેહ તારો, લે હરીના કામમાં...૧
અવસર આવ્યો આજ સારો, ભાવે ભજી લ્યો પ્રભુ પ્યારો,
નાચો કૂદો મસ્ત બનીને, નારાયણના નામમાં...૨
દેહ ગેહ દામ દારા, નથી કોઇ સુખ દેનારા,
કુટુંબ કબીલા છોડી સર્વે, જાવું હરિના ધામમાં...૩
ખાઇ-પીને ફૂલી ગયો, ધ્યાન ભજનમાં ડૂલી ગયો,
હરિ દર્શન ભૂલી મનવા, ભમે છે બીજા તાનમાં...૪
સહજાનંદમાં સ્નેહ કરી, લાખો લોકો બેઠા ઠરી,
જ્ઞાનજીવન મનડું તારુ, રાખ્ય પ્યારા શ્યામમાં...૫

મૂળ પદ

જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં મશગુલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી