અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ; ૧/૧

 (રાગ:શું કહું કથની મારી રાજ એ રાગ)

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
                        વધતી વ્યાધિમાં વેળ મ કરજો રાજ                ૦ટેક
ગુન્હા કર્યા મેં કોટી કૃપાળુ, જન્મ લઇ ચારે ખાણે;
જાણી છોરું જગદીશ તમારું, દોષ દયાળુ વિસરજો રાજ.....       અંત ૦૧
વીંછી ચડ્યા સમ વેદના પ્રગટે, રોમ રોમે તન સારે;
નાડિયું તૂટે સધળી શરીરની, ચરણ ચોંપેથી ભરજો રાજ....      અંત ૦૨
દર્દ નવાં નવાં દુઃખ પમાડે, દિયે શરીર દુરગંધી;
માહીં મુંજારો શ્વાસ ચડાવે, હરિ કઠણ પળ હરજો રાજ.....         અંત૦૩
નહિ સગું તમ વિના સહજાનંદ, સહાયક ચૌદ ભુવનમાં;
અર્જ અધિરા દાસ નરસિંહની સુણી, પ્યારા પરવરજો રાજ...    અંત ૦૪
 

મૂળ પદ

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી