અહા ભાગ્ય અજબ અપાર રે, મળ્યા સ્વામી શ્રી ધર્મકુમાર ૧/૧

 (રાગ:માઢ.પધારોને સહજાનંદ રે હો ગુહના એ રાગ)

અહા ભાગ્ય અજબ અપાર રે, મળ્યા સ્વામી શ્રીધર્મકુમાર                     ટેક૦
દુલર્ભ દેહ મનુષ્યનો મળિયો, મળિયો સત્સંગ સાથ;
સત્સંગ દમ્પતીને ધરે દીધો, જન્મ તમે જગન્નાથ રે....                          મળ્યા ૦૧
જન્મ મરણ અતિ દુઃખ દરિયો, આથડ્યો કલ્પ અનંત;
લખચોરાશીને પંથે પીલાતા, બાંહ્ય ગ્રહી બળવંત રે....                         મળ્યા ૦૨
કહ્યામાં નાવે કરુણા તમારી, વારિધિ સમ વિશાળ;
મુજ અપરાધ જોયા નહીં જરીયે, શરણાગતપ્રતિપાળ રે....                   મળ્યા ૦૩
શારદ શુક ને નારદ મહિમા, શેષ ગણપતિ ગાય;
પ્રભુ સહજાનંદ નરસિંહના સ્વામી, રહેજો હ્રદયની માંય રે.                   મળ્યા ૦૪
 

મૂળ પદ

અહા ભાગ્ય અજબ અપાર રે, મળ્યા સ્વામી શ્રીધર્મકુમાર

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી