સેવા આવી સેવા રે, કયાંથી મળે વાલમજીની સેવા કરીએ મહાસુખ લેવા રે ૧/૧

સેવા આવી સેવા રે, કયાંથી મળે વાલમજીની સેવા;
કરીએ મહાસુખ લેવા રે...કયાંથી૦ ટેક.
જાવું ઉત્સવમાં લાભ જ લેવા, શ્રીજી ને સંતની કરીએ સેવા;
જેને ઇચ્છે છે ભવ બ્રહ્મા જેવા રે...કયાંથી૦ ૧
શ્રીજી સેવાથી અતિશે રાજી, આળસુ પર હરિ રહે કુરાજી;
આળસ તજોને સુખ લેવા રે...કયાંથી૦ ૨
શ્રીજીને રાજી કરી જ લેવા, જ્ઞાનજીવન કહે કરીએ સેવા;
મળશે અક્ષર સુખ મેવા રે...કયાંથી૦ ૩

મૂળ પદ

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં મશગુલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી