અહંતા મમતા અભિમાન તજો, ૧/૧

 (ભારથ કા ડંકા આલમમેં એ રાગ)

અહંતા મમતા અભિમાન તજો, ભવતારણ ભક્તિકુમાર ભજો               ૦ ટેક
અહંતા મમતા મોહ ગ્રંથી ગળે, વિષયો સે વૃતિ તબ ઉલટ વળે,
                        સહેજે પરબ્રહ્મ પંથે પળજો........                                ભવ ૦૧
મનકે સબ સંશય મેલ્ય પરા, હરિકૃષ્ણ પ્રભુ પહિચાન ખરા,
                        શુદ્ર આત્મ સમજ શણગાર સજો.....                            ભવ ૦૨
સુણ વેદ પુરાણ ગ્રંથ વિધિ , જાહીમેં રહી મોક્ષ મિરાંત નિધિ ,
                        ઇસ આજ્ઞા પ્રમાણ અનુસરજો .....                               ભવ ૦૩
ત્રિઅંકી નિત આયુષ જાત વહી, ગયે બાળ યુવા વૃદ્ધ આય રહી;
                        નરસિંહ ચોંપે સાવધાન થજો.....                                  ભવ ૦૪
 

મૂળ પદ

અહંતા મમતા અભિમાન તજો,

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી