જન્મો જન્મોથી રખડું છું આમ આ ક્યારે અંત આવશે ફરૂ છું હું તો ચોરાશી તમામ ૧/૨

જન્મો જન્મોથી રખડું છું આમ,  આ ક્યારે અંત આવશે;
ફરૂ છું હું તો ચોરાશી તમામ...  આ કયારે૦ ૧
ધાર્યા ઘણા મેં દેહ ને નામ... આ કયારે૦
દયા કરોને હવે ઘનશ્યામ...  આ કયારે૦ ૨
નારી બની નર પામી તમામ... આ કયારે૦
બની નર બહુ ભોગવી વામ... 
આ કયારે૦ ૩
નોતો હું ને નહિ રહું આ ઠામ... આ કયારે૦
સહાય કરોને સંતો તમામ...  આ કયારે૦ ૪
નહિ તો ફરીશ આમને આમ... આ કયારે૦
વિત્યા જન્મ ઘણા ન થયું કામ...  આ કયારે૦ ૫
જન્મીને ભોગવ્યા દુઃખો તમામ... આ કયારે૦
દુઃખ ભોગવું છું હું આઠો જામ...  આ કયારે૦ ૬
જ્ઞાનજીવન હવે માગે વિરામ... આ કયારે૦
હવે કૃપા કરો શ્રી ઘનશ્યામ... આ કયારે૦ ૭ 

મૂળ પદ

જન્મો જન્મોથી રખડું છું આમ

મળતા રાગ

ખાવું પીવંુ બેસવું સુવું જોવંુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી