અષાડી મેધના અંબર ગાજે, અંબર ગાજે ને મેધાડંબર ગાજે૧/૧

અષાડી મેધના અંબર ગાજે, અંબર ગાજે ને મેધાડંબર ગાજે                          -અ.૦ટેક

આવા સમામાં વાલે વનવાસ લીધા.ઉંમર અગ્યાર વર્ષની છે આજે                 -અ.૦૧
પગ અનવાણા નહિ વસ્તર શરીરે , જંગલ વસાવ્યું ધનશામ રાજે                  -અ.૦૨
જનોઇ કૌપીન ને કરમાં છે તુંબડી , શાસ્ત્ર શાલિગ્રામ બટવો છાજે                    -અ.૦૩
અતિ અંધારી ને વૃષ્ટી અનેરી, બારે મેહ આવ્યા જાણે દર્શન કાજે                    -અ.૦૪
ઝાડ ને પહાડ જાણે આકાશે અડિયાં, ઉપરથી જળ ધોધ પડતા વાજે               -અ.૦૫
કડડં હડુડડાટ થાય કડાકા , વાંકા તડિતના તીરાડા તેજે                                 -અ.૦૬
ગેંડા સેમર વાધ હાથી હીલોળે, દેખાય વીજળી ઉજાસે આજે                          -અ.૦૭
કહે નરસિંહ પોતે પૂરણબ્રહ્મ છે, તપસ્યા ભક્તોના પરમારથ કાજે                   -અ.૦૮

મૂળ પદ

અષાડી મેધના અંબર ગાજે, અંબર ગાજે ને મેધાડંબર ગાજે

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી