આજ સહજાનંદ મળીયા રે ગઢપુરમાં , ૧/૧

આજ સહજાનંદ મળીયા રે ગઢપુરમાં ,
શ્રીગઢપુરમાં(૨)ગોપીનાથ ઉરમાં .                                         આજ ૦ટેક
મસ્તક ઉપર પાધ પેચાળી , આંખડલી અણિયાળી રે.              ગઢપુરમાં.આજ ૦૧
કેસર તિલક શોભે છે ભાલે , મનડાં હર્યાછે વહાલે રે.                ગઢપુરમાં.આજ ૦૨
કાનુમાં કુંડળ કંચન કળીએ , હાથે વેઢ દશ આંગળીએ રે.        ગઢપુરમાં.આજ ૦૩
હૈડા ઉપર હાર હજારી , ગુણવંતા ગિરધારી રે.                         ગઢપુરમાં.આજ ૦૪
હીરા માણેક મોતીની માળા, હેમકડાં રૂપાળાં રે.                        ગઢપુરમાં.આજ ૦૫
શોભે છે રાતી હાથ હથેળી, મનરંજન રૂપાળી રે.                       ગઢપુરમાં.આજ ૦૬
કરમાં શોભે છે સોટી સારી, રંગીલી મૂર્તિ તારી રે.                      ગઢપુરમાં.આજ ૦૭
સોનેરી વાઘા શોભે છે સારા, ધર્મ તણા દુલારા રે.                     ગઢપુરમાં.આજ ૦૮
ધૂંટી ગોળ પીંડી પાતળીઓ, ચરણે પહેરી ચાખડીઓ રે.           ગઢપુરમાં.આજ ૦૯
શ્રીહરિ કેરી મૂર્તિ સારી, જાય નરસિંહ બલિહારી રે.                     ગઢપુરમાં.આજ ૦૧૦ 

મૂળ પદ

આજ સહજાનંદ મળીયા રે ગઢપુરમાં ,

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મોરે મંદિર
Studio
Audio
0
0