કે મનવા તૂં ઇચ્છે છે કલ્યાણ કે તારે જોઇએ છે જો વખાણ કે તારો તપાસ કરીને તૂં જાણ ૧/૧

કે મનવા તૂં ઇચ્છે છે કલ્યાણ, કે તારે જોઇએ છે જો વખાણ, 
કે તારો તપાસ કરીને તૂં જાણ ...                                        ટેક.
કે જનો તો ઇચ્છે છે જો વખાણ, પશુઓ તો ઇચ્છે છે જો ખાણ, 
એ બેમાં ફરક જરાયે ન જાણ...                                  કે મનવા૦ ૧
કે મનવા ઇચ્છે તૂં ભગવાન, કે તારે જોઇતું છે સનમાન, 
કે બોલ તારે શેનું છે જીવડા તાન...                              કે મનવા૦ ૨
કે પ્યારી છે તને હરિ મૂરતિ, કે વ્હાલી છે જગત તણી કીરતિ, 
કે બોલ તારે કેની સાથે સુરતિ...                                 કે મનવા૦ ૩
કે મનવા તૂં ઇચ્છે સુસિદ્ધિ, કે તારે જોઇએ છે પ્રસિદ્ધિ, 
એ બેમાં તેં કોને વાલી કીધી...                                   કે મનવા૦ ૪
કે તારે જાવંુ છે અક્ષરધામ, કે પછી પૂજાવું છે ગામોગામ, 
કે તૂં લજાવીશ નહિ જ્ઞાન નામ...                                        કે મનવા૦ ૫ 

મૂળ પદ

કે મનવા તૂં ઇચ્છે છે કલ્યાણ

મળતા રાગ

કે વાટડી જોવું છું રે વાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી