રહેજો આનંદમાં, સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે ૧/૧

 રહેજો આનંદમાં, સહજાનંદમાં, આનંદ શબ્દ મહાન છે...ટેક.
આનંદમાં રહેશો તો દુ:ખે નહિ વહેશો;
	લાખો વિકૃતિથી બચી રે જાશો...આનંદ૦ ૧
વસ્તીમાં ભલે રહો મસ્તીમાં રહેજો;
	ખોટા ઉદ્વેગોથી બચી રે જાશો...આનંદ૦ ૨
મળ્યો માનવદેહ કરજો હરિમાં નેહ;
	આજ આવ્યા ને કાલ વયા રે જાશો...આનંદ૦ ૩
ભજો પ્રભુજી ભાવે વહો ના અભાવમાં;
	કેદિ ચિંતામાં ના ડૂબી રે જાશો...આનંદ૦ ૪
હસતું રાખજો મુખ દુ:ખ નવ માનશો;
	દેખી રે દુ:ખને મૂંઝાઈ ના જાશો...આનંદ૦ ૫
મળ્યું રે માણો સુખ ભૂલો ભૂતકાળ દુ:ખ;
	જ્ઞાનજીવન તો જ સુખી રે થાશો...આનંદ૦ ૬ 
 

મૂળ પદ

રહેજો આનંદમાં, સહજાનંદમાં

મળતા રાગ

રહેજો આનંદમાં, સહજાનંદમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0