જ્ઞાન મન મૂર્તિમાં, તું રાખ્ય તો રહે મથ્ય ભલે દેહમાં, એકદિ તું નહિ રહે ૧/૧

જ્ઞાન મન મૂર્તિમાં, તું રાખ્ય તો રહે,
મથ્ય ભલે દેહમાં, એકદિ તું નહિ રહે...૧
જ્ઞાન આ દેહ તારો, જોજે જરૂર પડશે,
હશે વ્હાલો જો તને તો, અંતકાળે નડશે...૨
હરિનો કર આશરો, જ્ઞાન સાચા ભાવથી,
એ મહા સમરથ છે, તું કાં મરે છો મથી...૩
જ્ઞાન અવસર આવીયો, હરિ ભજીલે ભાવથી,
પળ છેટુના થવા દે, મન મનોહર માવથી...૪
જ્ઞાન તું જ્ઞાન થઇ, અજ્ઞાન રાખે ઘણું,
નક્કી કરને આજથી, બેઠો હરિ અણુંઅણું...૫
જોને મન તું મૂર્તિ, મૂર્તિ સુખનું ધામ છે,
બીજી વસ્તુ શું જુએ, ‘જ્ઞાન' એ નકામ છે...૬
અવસર આવ્યો મારે, મળવા મારા પ્રાણને,
કરવા રાજી રાજી એ, સુંદર શ્યામ સુજાણને...૭

મૂળ પદ

જ્ઞાન મન મૂર્તિમાં, તું રાખ્ય તો રહે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી