નારી છે નરકરૂપ, મુમુક્ષને નારી છે નરક રૂપ ના જોવું તેનું રૂપ ૧/૨

નારી છે નરકરૂપ, મુમુક્ષને નારી છે નરક રૂપ,
ના જોવું તેનું રૂપ...મુમુક્ષુને૦ ટેક.
મુમુક્ષુનું મન મૂરતિ મૂકી, સંભારે સ્ત્રી દુઃખરૂપ;
મુમુક્ષુતા તેની મટી જવાની, મળશે દુઃખનો કૂપ...મુમુક્ષુ૦ ૧
એને માટે મૂર્ખ પુરુષો, વેઠે છે દુઃખ રહી ચૂપ;
છોડી શ્રીજીની શીતળ છાંયા, ભોગવે છે ભારે ભૂપ...મુમુક્ષુ૦ ૨
છેટો રહેજે જ્ઞાન તૂં એથી, એ છે માયા મૂળરૂપ;
સુખ દેનારો પ્રભુજી પ્યારો, થાવું એમાં તદરૂપ...મુમુક્ષુ૦ ૩

મૂળ પદ

નારી છે નરકરૂપ, મુમુક્ષને નારી છે નરક રૂપ

મળતા રાગ

દ્વાર પડ્યો ગુન ગાઉ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી