સુંણજો રીતી સતસંગીની , કહું સમઝી વિચારીજી ;૨/૨

સુંણજો રીતી સતસંગીની , કહું સમઝી વિચારીજી ;

જે જન પાલે જક્તમાં, તરે ભવજલ ભારીજી. સુણો ૧

સતસંગ સંગ તે સંતનો , પ્રભુ પ્રગટ ઉપાસીજી.

વ્યસન વિષય વાલુ નહિ, દિલ જગથી ઉદાસીજી સુણો ૨

એવાં લક્ષણ જૂત ઓળખી, પ્રીતે જાઇને પાસજી;

જ્ઞાન વાત સુણી શ્રવણે, હૈયે થાય હુલાસજી, સુણો ૩

નકી નિશ્વે કરી નાથનો , નીમ ધારે તે હાથજી ;

પાંચ પાલે વ્રત્તમાનને , કુલ કરવા સનાથજી. સુણો ૪

દારૂ માટી ચોરી ના કરે, કરે નાંહિ છિનાલીજી;

વટલાવે વટલે નહી; આશા અસતની ટાલીજી. સુણો ૫

પાંચ પાલે વ્રતમાનને, મોટા સત્સંગ માંઇજી,

એ આદિક અગ્યાર છે, બીજા કહું સમઝાઇ જી સુણો ૬

હિંસા કરે નહીં જીવની, જાણીને હરિજનજી;

કલંક ચઢાવે ન કોઇને , નીમ રાખી ને મનજી. સુણો ૭

નીંદત નહીં કોઇ દેવને, અડે વિધવા ન અંગજી;

આતમઘાતને ના કરે, તજે વિમુખ પ્રસંગજી. સુણો ૮

વિમુખના મુખની વદી, કથા સુણે ન કાનજી;

દશ એક નીમ કહ્યા કથી, જાણો જાણ સુજાણજી. સુણો ૯

અગ્યાર નીમ પાલે વળી, તજે વ્યસન તમામજી;

હોકા ગાંજા ભાંગ ન પીયે, ખોટા જાણી નકામજી સુણો ૧૦

તમાકુ ચાવે તાણે નહીં , કેદી અફીણ ન પીયેજી ;

માઝમ આદિક કેફથી, બહુ મનમાંઇ બીયેજી. સુણો ૧૧

ભાંડ ભવાઇ ભાલે નહી, ભાવ ભરીને ભક્તજી ;

સાચા જાણી ભજે શ્રીહરી, જુઠું જાણીને જક્તજી . સુણો ૧૨

શૌચ તે રાખે શરીરને , નાઇ ધોઇ નેદાનજી;

પૂજા કરે અતિ પ્રેમથી, પટમૂર્તિ પ્રમાણ જી સુણો ૧૩

નાઇ ધોઇ પૂજા કરી, કરે કામ વેવારજી;

સંભારી ઉરમાં સામને, હરિજન નરનારજી. સુણો ૧૪

આખો દિવસ ઘરકામને, કરે પ્રભુને સંભારીજી;

સાંજ પડે સત્સંગમાં, જાય સો નરનારીજી. સુણો ૧૫

નિજ નિજ ગામમાં નાથનું, હોય મંદિર સારજી;

દર્શન કરવા જાય ત્યાં, મુઠી લઇ નરનારજી. સુણો ૧૬

એકાદશી જન્માષ્ટમી, રામ નોમને જાણીજી;

વ્રત કરે નાર વિનતા, પ્રભુ ચરિત્ર વખાણીજી. સુણો ૧૭

સાર ધાર સતસંગમાં, એવા નેમને પાલે જી;

કાઇક વાચિક માનસિક, પાપ સર્વેને બાલેજી. સુણો ૧૮

જ્યાંથી થયો સત્સંગ તે , ત્યાંથી એ રીતે જાણોજી;

ભજો પ્રગટ ભગવાનને, સાર ધાર પ્રમાણોજી. સુણો ૧૯

જ્યારે આવે સમો અંતનો, એમ પાલતાં નીતિજી;

તારે પ્રભુ આવે તેડવા, સત્સંગની રીતીજી. સુણો ૨૦

રથ વેમાન ગજ પાલખી, લૈ ગરૂડને આવેજી;

દયાળુ તેડવા દાસને, સાથે સંતને લાવેજી; સુણો ૨૧

પોતે આવે વા સંતને, મોકલે ભક્ત પાસેજી;

તેડવા કારણ તે સમે, હેત કરી હુલાસેજી. સુણો ૨૨

માખણમાંથી મુવાળાને, જેમ કાઢી લે જનજી.

તેમ કાઢે નિજ ભક્તને, ભાવેથી ભગવંતજી. સુણો ૨૩

પ્રારબ્ધનું જે કષ્ટ છે, તેને ભોગવે દેહજી;

જીવમાં સુખ પામે જંત તે, રખે કરતા સંદેહજી. સુણો ૨૪

કાયામાંથી જીવ કાઢીને, દિવ્ય દેહ દયાલ જી;

આપી પોતાના દાસને , તેડી જાય કૃપાલજી. સુણો ૨૫

દેવ આવે સહુ દેખવા, ભેટું લઇ ભારી ભાવેજી;

પૂજા કરે હરિજનની ગુણ મુખથી ગાવેજી. સુણો ૨૬

ધન ધન ભાઇ તમે ધરી, ભરતખંડમાં દેહજી;

ભજી પ્રગટ ભગવાનને, સુખ પામ્યા અછેહ જી. સુણો ૨૭

એમ સ્તુતિ નિજ સાંભળી, જાય ધામમાં જાણોજી;

અક્ષર ગોલોક નામ છે, સુખ અધિક પ્રમાણોજી. સુણો ૨૮

દિવ્ય કીશોર સદા દેહ છે, ભોગ અનંત અપારજી;

ભોગવે ભક્ત ભગવાનના, પ્રીત્યે કરીને પ્યારજી. સુણો ૨૯

સુખ સુખ સુખ અતિ ઘણું , નાંહિ દુઃખ લવલેશજી;

કાળ માયાનો ત્યાં કણે, નથી મનમાં કલેશજી; સુણો ૩૦

અનંત બ્રહ્માંડની વાર્તા, ત્યાં રયો તે જાણેજી ;

ડરી નહીં કેનો દિલમાં , મહાસુખને માણેજી સુણો ૩૧

સદા સ્વતંત્ર ગતિ કરે, મનવાંછિત ભોગજી;

સમીપ રહે ઘનશ્યામની, વપુ સદા નીરોગજી. સુણો ૩૨

દિવ્ય સિંઘાસન ઉપરે, રાજે રાજાધીરાજજી;

પુરુષોત્તમ પરમાત્મા, મુક્ત જુક્ત મારાજજી. સુણો ૩૩

નિજ ઇરછાએ નાથજી , જ્યારે ધરે શરીરજી;

ભ્રતખંડ મહી ભાવથી, ધર્મ સ્થાપવા ધીરજી. સુણો ૩૪

ભેગો લાવે આવે ભક્ત તે, મુક્ત થૈને મહંતજી;

સદા સેવે મારાજને, કરે લીલા અનંતજી. સુણો ૩૫

એમ ભેલો રહે શામની, ભક્ત થઇ ભલી પેર્યજી;

ભટકે નહીં ભવપંથ માં, સુખસિંધુની લેર્યજી. સુણો ૩૬

માઇક સુખ તજી જે ભજ્યા, પ્રભુ પ્રગટને પ્રીતેજી;

તેની રીતી કહી વરણવી, રસમય રૂડી રીતેજી. સુણો ૩૭

ભક્ત વાસનિક હોય જે, દેવલોકને પામેજી;

ભોગ ભોગવે તે ભાવથી, વાસના દુર વામેજી. સુણો ૩૮

પછે પામે ધામ શામનું , નિરમલ નર નારીજી;

વર્ણવી સર્વે વાર્તા, રીત શાસ્ત્રાનુસારીજી. સુણો ૩૯

અવધ ગુરુના પ્રતાપથી, કવિ અવિનાશાનંદજી;

સત્સંગ ફળપ્રાસી કહી, સરવે સુખકંદ સુણો ૪૦

મૂળ પદ

સુણજયો કહું રે વાત શીખની, સારી સાંભળ્યા સરખીજી

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી