ભામા ભૂલાવે છે ભાન, મુમુક્ષને ભામા ભૂલાવે છે ભાન ૨/૨

ભામા ભૂલાવે છે ભાન, મુમુક્ષને ભામા ભૂલાવે છે ભાન,
ભૂલાવી દે છે ભગવાન...મુમુક્ષુને૦ ટેક.
ભાન ભૂલાવી મોહમાં બાંધી, બહુ કરે છે હેરાન;
મનનાં રોગમાં વિષયના ભોગમાં, નથી રહેતું કાંઇ જ્ઞાન..મુમુક્ષુને૦ ૧
મન મનોહર મૂરતિમાં રાખી, ગાઓ હરિ ગુણગાન;
અષ્ટ પ્રકારે ત્યાગ નારીનો, રાખવો થઇ સાવધાન..મુમુક્ષુને૦ ૨
ના સંભારશો સ્નેહથી સ્ત્રીને, ચેતો ચેતો જ્ઞાનવાન;
સતત સ્નેહથી શ્રીજીને સેવવા, મૂરતિમાં રહેવું મસ્તાન..મુમુક્ષુને૦ ૩

મૂળ પદ

નારી છે નરકરૂપ, મુમુક્ષને નારી છે નરક રૂપ

મળતા રાગ

દ્વાર પડ્યો ગુન ગાઉ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી