અરજ સુણો અલબેલડા, છોડયો પ્રભુવાસ રે૧/૪

 અરજ સુણો અલબેલડા, છોડયો પ્રભુવાસ રે;                શામલીયા.

એકવાર નરતન આપજયો રે. ટેક.
ઉંધે માથે મન પેટમાંરે, મલ ને મૂતરમાં નિવાસરે;       શામલીયા.
દાઝ બલે ઘણી દેહમાંરે, જઠરાગ્નિ મહાજોરજો.            શામલીયા.
કયડે કોમળ કાયે કર્મીઆરે, ઠરવા મળે નહીં ઠોરરે;      શામલીયા.
ખાટું ખારૂં ખાય ખાંતથીરે, જમતા જનુની જેવારરે;       શામલીયા.
પીડા ધણી થાય પંડમાંરે, કરું છું ત્રાહી પોકારરે;           શામલીયા.
બંધ જાવા નહીં બારણું રે, અંધ નેણે નીરધારરે;           શામલીયા.
પલક કલપ સમ જાય છેરે, દુઃખ નો ન આવે પારરે;    શામલીયા.
ત્રાહી ત્રાહી અતિ વેદનારે, ગહન ગતી ગ્રભવાસરે;       શામલીયા.
અવિનાશાનંદના નાથજીરે, દિન જાણી નિજ દાસરે;     શામલીયા.
 

મૂળ પદ

અરજ સુણો અલબેલડા, છોડયો પ્રભુવાસ રે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી