હરિમૂર્તિ સર્વનું કારણ છે કારણનું ધ્યાન ધરાય રે, સહુ અંગ પાડોને ધ્યાનનું ૩/૪

હરિમૂર્તિ સર્વનું કારણ છે,
કારણનું ધ્યાન ધરાય રે, સહુ અંગ પાડોને ધ્યાનનું.. ૧
કાર્યને સહુએ ભૂલી જાવું,
એને ભૂલતા સુખ સદાય રે...સહુ અંગ૦ ૨
પેલી મૂર્તિમાં પ્રીતિ દઢ કરો,
જાણો વિષયને વૈરી આગ્ય રે...સહુ અંગ૦ ૩
પાળી ધર્મ ને આત્મનિષ્ઠા કરો,
અતિ પકવ કરો વૈરાગ્ય રે...સહુ અંગ૦ ૪
કાર્ય તો પહેલા હતું જ નહીં,
વળી રહેશે નહીં કહું કાંય રે...સહુ અંગ૦ ૫
જે સદા છે તેનું ધ્યાન ધરો,
હરિ સંભારોને સદાય રે...સહુ અંગ૦ ૬
હરિ હતા હતા ને રહેશે સદા,
એનો નાશ કદિ ના થાય રે...સહુ અંગ૦ ૭
બીજુ હતું નહીં રહેશે નહીં,
જ્ઞાન એને ના સંભારાય રે...સહુ અંગ૦ ૮

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી