અમે રાખી મલાજો બોલીયે, મન ગમતા માવા રે૩/૧૮

અમે રાખી મલાજો બોલીયે રે. મન ગમતા માવા.

છેલા છકી ન વનમાં ડોલીયે રે.           મન.૧
આવી ટેવ પડી શી તમને રે,               મન.
આવી શીદ સંતાપો અમને રે.              મન.૨
તમે દાણી થયા ક્યાંથી કારમારે, .        મન.
કાના દાણ શોભે દરબારમાંરે.               મન.૩
આ કંશ રાજા વાત જાણેશે રે,              મન
તતકાલ તેડાવી તાણશે. રે                  મન.૪
એવા અવિનાશાનંદ ના શામ છે રે,      મન.
મુને જાવા દો મારે ઘેર કામ છે રે.       મન.૫
 

મૂળ પદ

કાના કોરે રો મારે ઘેર કામ છે રે જાવાદો મુજને

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી