અલ્યા રીત માણસનીમાં રીજીયે રે, ૭/૧૮

 અલ્યા રીત માણસનીમાં રીજીયે રે,    આહીરના છોરા.

નીજ મુખે વખાણ નવ કીજીયે રે.     આહીરના.૧

હોય માપ જણાઇ જાય પોતામાં,         આહીરના.

ગુણ આચાર જણાય ગોત્રમાં રે.         આહીરના.૨

પ્રભુ હોય જણાઇ જાય પંડમાંરે.          આહીરના.

પરનારી પરાણે દંડ મારે.           આહીરના.૩

મોટી વાત કરી નવ રીઝીએરે,           આહીરના.

બહુ ફેલ કરતા બીજીયે રે.           આહીરના.૪

કે છે અવિનાશાનંદ દિલ ધારજો રે,     આહીરના.

વાલા લક્ષણ ખોટા વિસરજો રે.          આહીરના.૫

 

મૂળ પદ

કાના કોરે રો મારે ઘેર કામ છે રે જાવાદો મુજને

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી