પ્રથમ તો સારી પેઠે માહાત્મ્ય જાણ પછી હરિ ધ્યાને ધરી મહાસુખ માણવું રે લોલ ૧/૧

પ્રથમ તો સારી પેઠે માહાત્મ્ય જાણ,
પછી હરિ ધ્યાને ધરી મહાસુખ માણવું રે લોલ...ટેક.
ધ્યાન ધરી મન વશ કરવું જ્ઞાન,
અંતરથી નાદારપણુ સારી પેઠે ટાળવું રે લોલ...૧
આંખે જુઓ કેવળ હરિ હરિજન,
કાન વશ કરવા હરિકથા શ્રવણ જાણવું રે લોલ...૨
સુંઘો નાકે હરિ સંબંધી જ ગન્ધ,
જીતી એમ પાંચે હરિસુખે મન વાળવું રે લોલ...૩
ભણો ભણો રાજનીતીનું એમ જ્ઞાન,
જ્ઞાનજીવન નાદારપણું સારી પેઠે ટાળવું રે લોલ...૪

મૂળ પદ

પ્રથમ તો સારી પેઠે માહાત્મ્ય જાણ

મળતા રાગ

આલાલીલા વાંસળીયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી