આજ પ્રીતમ પિયા આનંદકારી;૧/૫

આજ પ્રીતમ પિયા આનંદકારી;
ભવભયહારી મોહન મોહોલે પધાર્યા;
આવતા જોઇને આનંદદાતારે;
પેખીને ચરણ પખાળા રે.                         આજ.૧
નિરખ્યા નવલપિયા નેણા ભરીનેરે;
પલંગ ઉપર પધરાવ્યા રે;                      આજ.૨
ભાવતાં ભોજન ભાવ ભરીને રે;
ભૂધરને મેં જમાવ્યારે.                             આજ.૩
જમી જનરંજન શામ પિયાજી રે;
આલીંગન અતિ આપ્યું રે;                      આજ.૪
અવિનાશાનંદના નાથ વિહારી રે;
જનમ મરણ દુઃખ કાપ્યુ રે.                    આજ.૫ 

મૂળ પદ

આજ પ્રીતમ પિયા આનંદકારી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી