આજ મારા ઓરડીઆમાં રે, આવ્યા અલબેલો અવતારી;૧/૪

પદ ૧૯૪ રાગ સોરઠા ગરબી 
આજ મારા ઓરડીઆમાં રે, આવ્યા અલબેલો અવતારી;
સખાને સંગે ને અતિ ઉછરંગે , શામ સુંદર સુખકારી.            આજ.૧
દૂધથી પાવ પખાળ્યા મેં દેખી, પલંગ ઉપર પધરાવ્યા;
આનંદઘન અવલોકીને અંતર વિરહના તાપ સમાવ્યા.        આજ.૨
પુછી પરસ્પર સ્વાગત પ્રીતથી, દુઃખ દરિયા દૂર કીધા;
આલીંગન કરી અંગ મેળાવી, લાવ અલોકિક લીધા.            આજ.૩
સમજાવી મુને સાનમેં સજની, રજનીમેં સુખ આપ્યું;
અવિનાશાનંદને નાથ અમારું, જનમમરણ દુઃખ કાપ્યું.       આજ.૪ 

મૂળ પદ

આજ મારા ઓરડીઆમાં રે, આવ્યા અલબેલો અવતારી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી