આજ મારા અંતરમાંઇ રે, આલી આનંદઓઘ ન માયે;૨/૪

આજ મારા અંતરમાંઇ રે, આલી આનંદઓઘ ન માયે;
જકતના કારણ જીવન જગના, હસી હસી કંઠ લગાયે.    આજ.૧
સ્નેહભરી મુને વાત સુણાવે, તનની ત્રપત મીટાવે;
વાલપ કરી હરી વાલ વધારે, વાત કહી નવ જાયે.        આજ.૨
નેણ વેણમાં નાથ નીહારી, પરમાનંદ પમાયે;
વિરહ વ્યથા કહી કથા વિહારી, પ્રીતમ દૂર પલાયે.       આજ.૩
રસીક બિહારી કહી રસ બતિયા, છતિયાંમે છેદ કરાયે;
અવિનાશાનંદને નાથ આવિને, આનંદઘન વરસાયે.    આજ.૪ 

મૂળ પદ

આજ મારા ઓરડીઆમાં રે, આવ્યા અલબેલો અવતારી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી