મોક્ષમાર્ગમાં મોટું વિઘન પોતાના દેહને જાણો ૧/૧

મોક્ષમાર્ગમાં મોટું વિઘન પોતાના દેહને જાણો, મોટો કુસંગ એને સંતો કહે છે જેમાં આ જીવ જડાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ટેક. ત્રણ ટાણા રોજ ભર્યો તોય જીંદગીભર ના ભરાણો, જીવ અભાગી એમાં અનુરાગી તેથી બહુ પીડાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ૧ શત્રુ સર્વે એમાં રહે છે જેમ પર્વતમાં પાણો, જીવ બિચારો અજાણે દેહમાં અતિ પ્રીતેથી બંધાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ૨ ધ્યાન ભજનમાં કથાકીર્તનમાં આ દેહને દુઃખ મનાણો, ખાવા પીવામાં ને ખાડે જાવામાં સુવામાં ડાહ્યો જાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ૩ ખાવુ ખાડો ને ખાટલો રે આને મન આનંદ મનાણો, ભજનભકિત એને ગમે નહિ તેથી નિત્ય રહે નંદવાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ૪ જ્ઞાનજીવન કહે ભજન પ્રતાપે આ દેહનો સંગ તજાણો, પ્રભુપદ પ્રીતે રૂડી તે રીતે હવે મોટો આનંદ મનાણો, આ દેહને મોટો શત્રુ જાણો (૨) મોટો કુસંગ૦ ૫

મૂળ પદ

મોક્ષમાર્ગમાં મોટું વિઘન પોતાના દેહને જાણો

મળતા રાગ

સતી સીતાજી રથમાં બેઠા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી