અષાડ આવ્યો નાવ્યા હરી, ગાજે ઘન ઘનઘોરજી;૯/૧૩

 અષાડ આવ્યો નાવ્યા હરી, ગાજે ઘન ઘનઘોરજી;

દામની દમકે રે દેખીને, મોહ પામે છે મોરજી.                           અષાડ.૧
અબલા અંધારી રાતમાં, સુણી તમરાનો શોરજી;
ડરપે વાલા વિના દિલમાં, જાય જુગસમ જોરજી.                     અષાડ.૨
આવ્યો ઘન નાવ્યા નાથજી, ઠેરા ઠાઉકે ઠામ જી;
કામ ન સૂઝે રે કોઇને, નામ રટે છે વામજી.                              અષાડ.૩
બુંદ પડે તન ઉપરે, જાણે તપાવ્યું તેલજી;
અવિનાશાનંદ કે આવીયે, છોગાં મેલી ને છેલજી.                     અષાડ.૪
 

મૂળ પદ

કારતક મહીને રે ક્યાં ગયા, મેલી ધર્મકુમારજી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી