જે આકાર નથી જ રહેવાના તેને વિચારવાનું શું કામ છે ૨/૨

જે આકાર નથી જ રહેવાના તેને વિચારવાનું શું કામ છે, 
જે આકાર નથી જ રહેવાના તેમાં પ્રીતિ રાખ્યાનું શું કામ છે...
જે સુખ નથી રહેવાનું તેને ભોગવવાનું શું કામ છે, 
જે અંતે રહેવાનું નથી જ એમાં રાજી થવાનું શંુ કામ છે...
જે દુઃખ નથી રહેવાનું તેથી બીવાનું શું કામ છે, 
મોત જો અનિવાર્ય છે તો મુંઝાવાનું શું કામ છે...
નોતું ને વળી નહિ હોય તો પસ્તાવાનું શું કામ છે, 
હતા હરિ ને રહેશે હરિ તો લમણાફોડનું શું કામ છે...
આપણા હાથની જે વાત નથી તો ઉપાધી કરી શું કામ છે, 
જ્ઞાનજીવન મળે મુક્તો ને હરિ તો બીજા કોઇનું શું કામ છે... ૫ 

મૂળ પદ

એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી