જા જા રાંકા શું સમજયો તું, આટલુય નથી મુકાતું રે ૧/૨

જા જા રાંકા શું સમજયો તું, આટલુય નથી મુકાતું રે, અતિ તુચ્છ વિષય સારુ, મહા સુખ જાય સુકાતું રે.. જાજા૦ ટેક.
સડેલ સુખો લેવા દોડી, પછી રહે પસ્તાતું રે, મૂરખ મન મારે તને શું કહેવું, નથી તને સમજાતું રે... જાજા૦ ૧
હિંમત ધારી હરિ સંભારી, ખરો સાવધાન થાતું રે, નહિં ચેતે તો પસ્તાવો કરીને, જીવન રહેશે કૂટાતું રે.. જાજા૦ ૨
સુખ શ્રીજીએ આપ્યું છે ઘણું, જાય છે તે તો ભૂલાતું રે, જ્ઞાનજીવન વારેવારે શું કહેવું, હવે સાચો જાગી જા તું રે... જાજા૦ ૩ 

મૂળ પદ

જા જા રાંકા શું સમજયો તું, આટલુય નથી મુકાતું રે

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી