કાળુ મોઢુ લઇને ફરવું, તેનાથી મરવું ભલું રે ૨/૨

કાળુ મોઢુ લઇને ફરવું, તેનાથી મરવું ભલું રે, 
શ્રીજીના સુખ સારૂ જીવ તું, મુંક માયાનું પોટલું રે..            કાળુ૦ ટેક.
માયા જોઇએ કે હરિ જોઇએ, કરને નક્કી આટલું રે, 
સોના કળશ શ્રીજી સ્વીકારી, મુક માટીનું માટલંુ રે..     કાળુ૦ ૧
માયાનું સુખ તો જૂનું સડેલું, લુગડુ જાણજે ફાટલું રે, 
એવા સુખ સારૂ અભાગિયા, કરીશ નહિ સબકલું રે..      કાળુ૦ ૨
મરીશ તૂં ને મારીશ બીજાને, બાળીશ પુન્ય આગલું રે, 
જ્ઞાનજીવન તૂં રહે હરિમાં, માનને મારૂ આટલું રે..             કાળુ૦ ૩ 

મૂળ પદ

જા જા રાંકા શું સમજયો તું, આટલુય નથી મુકાતું રે

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી