અનંત લીલા કરી હરી, આપી સુખ અપાર;૧૪/૧૫

 અનંત લીલા કરી હરી, આપી સુખ અપાર;

ભાર ઉતારી ભૂમિતણો, તાર્યા નર ને નાર.                   ૧
સર્વે માથે મારી મેખને, નિજ મત અનુપ;
ચલાવ્યો સર્વોપરી હરી, સુંદર સુખરૂપ.                         ૨
મચ્છરૂપ ધરી માવજી, સત્યવ્રત ઉગાર્યો;
કચ્છાવતાર ધરી કરી, મંદરાચલ ધાર્યો.                       ૩
વારાહરૂપ ધરી હરી, વસુધા ગોતી લાવ્યા;
માર્યો રિપુ હિરણ્યાક્ષને, માહા પ્રાક્રમી કાવ્યા.               ૪
રૂપ ધરી નરસિંધનું, પ્રેહેલાદ ઉગાર્યો;
સ્થંભ ફાડી પ્રગટ્યા પ્રભુ, માહા અસુર માર્યો.               ૫
વામનરૂપ ધરી વળી, બળી છલ્યો વિહારી;
નક્ષત્રી પૃથ્વી કરી, ફરસી કર ધારી.                             ૬
રામરૂપ ધારી મારીયો, માહા રાવણ રાજ;
કૃષ્ણવતાર ધરી કરી, કર્યા કૈકનાં કાજ.                        ૭
મોહ પમાડ્યા દૈત્યને, ધરી બુદ્ધ સ્વરૂપ;
કલિ અંતે કલકિ થશે, હય ચઢી અનુપ.                        ૮
જ્યાં જેવું કામ તેવું કર્યું, ધર્યું રૂપ ધરાપે;
અગણિત જીવને તારવા, આવ્યા અવતારી આપે.        ૯
થયો નથી થશે નહી, આવો અવતાર;
અવિનાશાનંદનો નાથજી, અવતારી આ વાર.              ૧૦
 

મૂળ પદ

શ્રી સહજાનંદ શામળો, બ્રહ્મમોહોલના વાસી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી