માયા તજી મહારાજની, નજીક થાતો જાવ છું ૧/૧

માયા તજી મહારાજની, નજીક થાતો જાવ છું.
પ્રેમે કરી પરબ્રહ્મનો, વણબીક થાતો જાવ છું...૧
તારી કૃપા પામી હરિ, સહજાનંદ શામળા,
ઘોર કળીમાં આજ હું, એકાંતિક થાતો જાવ છું...૨
મળ્યો સંગ ગુરુ સંતનો, વળી સાચા હરિભકતનો,
વાલિયો મટીને વાલમા, વાલ્મીક થાતો જાવ છું...૩
સહન કરાવ્યું શ્યામળા, વળી વિઘન ટાળ્યા તમે,
જગમાં સાચા સંતનો, પ્રતિક થાતો જાઉ છું...૪
મેલી ઇચ્છા મુજ તણી, કર્તુત્વ નાખ્યું તુજમાં,
જ્ઞાન કહે સહુ જીવનો, હાર્દિક થાતો જાવ છું...૫

મૂળ પદ

માયા તજી મહારાજની, નજીક થાતો જાવ છું

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0