થાલ જમો ઘનશ્યામ મનોહર, ધર્મકુંવર સુખધામી; ૧/૧

થાલ જમો ઘનશ્યામ મનોહર, ધર્મકુંવર સુખધામી;
પ્રીત કરી પીરસું પાતળીઆ, પાક શાક સુખ પામી. થાળ.૧
મોદક મરકી મગજ મોતૈયા , માખણ મિસરી માવા;
સુખડી સાટા સેવ સેવૈયા, ખાજાં ચુરમા ખાવા. થાળ.૨
કડી વડી કારેલા કંકોડા, પરવર પાપડી પ્યારા;
વંતાક ને વાલોર વઘારી, મોહનજી જીવન મારા. થાળ.૩
આંબલા કેરી કેર અથાણા, લીંબુ મરચાં ને આદું;
ગરમ વાંસ બીલા ગુણકારી, સુંદર શામ છે સ્વાદુ. થાળ.૪
ભાત દાળ ભાજી ભજીયા, પુરી ભાવે છે ભયહારી;
ભાવિક ભક્ત ભાલે છે ભુદર, નિર્મળ મન નરનારી. થાળ.૫
દુધ ને ભાત આરોગો દયા કરી , ધોયેલ સાકર નાંખું;
પાણી પીયો પુરુષોત્તમ પ્રીતે, પ્રાણ વારી વારી નાંખું. થાળ.૬
ચલુ કરો ચંચલ ચિતરંજન, દુઃખ ભંજન સુખદાઇ;
કાથો ચૂનો ને પાન સોપારી, બીડું હું આપું બનાઇ. થાળ.૭
જમી જમાડો જીવન જનને, પાક શાક કરી પ્રીતે;
અબીલ ગુલાલ પતંગ ઉકાળી, ત્યાર કર્યો રૂડી રીતે. થાળ.૮
કમર કસી કસી હશી હરિવર, પિચકારી કર ધારો;
ખેલ કરો ખાતે ખાંતીલા, શામળા જનમ સુધારો. થાળ.૯
રૂમ ઝુમ રમો લાલ રંગ મેં, ઝાલી ગુલાલની ઝોરી;
આશ પુરો આવી અલબેલા, હેતે રમાડીને હોરી. થાળ.૧૦
રસ બસ કરી રંગ મેં રંગ રસિયા, એકાંતમેં સુખ આપો;
અવિનાશાનંદના નાથ અમારું, જનમ મરણ દુઃખ કાપો. થાળ.૧૧

મૂળ પદ

થાલ જમો ઘનશ્યામ મનોહર, ધર્મકુંવર સુખધામી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી