એક સમે અલબેલડોજી રે, છેલડો શ્રી ઘનશ્યામ રે; ૧/૬

એક સમે અલબેલડોજી રે, છેલડો શ્રી ઘનશ્યામ રે; એક.
સંત હરિજન સંઘમાજીરે, લૈને પૂરણકામ રે.                      એક.૧
આવ્યો તે અમદાવાદમાંજીરે, આંનદકંદ અનુપરે;           એક.
સંવત અઢાર બ્યાસીયોજી રે, માસ ફાગણ સુખરૂપરે.       એક.૨
ખેલ હોરીનો ખેલવાજીરે, ભાળીને ભક્તનો ભાવ રે;          એક.
આવ્યા જાણી અવિનાશને જી રે, ઉરમાં કરી ઉછાવરે        એક.૩
સામા ગયા ઘનશ્યામનીજી રે, હેતે કરી હરિજન રે;           એક;
અવિનાશાનંદના નાથનેજી રે, મગન થયાં જોઇ મન રે. એક.૪

 

મૂળ પદ

એક સમે અલબેલડોજી રે, છેલડો શ્રી ઘનશ્યામ રે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી