હોરી હરિવર જોઇનેજીરે, ધુમાર ફાગને ગાય રે; ૩/૬

હોરી હરિવર જોઇનેજીરે, ધુમાર ફાગને ગાય રે; હોરી.

તાલ પખાવજ તાનમાંજી રે, વજાડે ઓછવ થાયરે.હોરી.૧

કેસુર કેસુનો કારમોજી રે, ઉકાલ્યો રંગ ઉમંગ રે; હોરી.

ઢગ ગુલાલ અબીલનાજી રે, જોઇ ચઢ્યો ચિત રંગરે;હોરી.૨

સજ્જ થયા જોઇ શામળોજી રે, વસંતી પેરી વસન રે;હોરી.

ભરી કનક પિચકારીયુંજી રે, મોહન મારે મગન રે.હોરી.૩

ગરદી ઉડાડે ગુલાલનીજીરે, અબીલ નાંખે અપાર રે;હોરી.

રસ બસ જન કર્યા રંગમાંજી રે, અવિનાશાનંદ બલહારરે.હોરી.૪

મૂળ પદ

એક સમે અલબેલડોજી રે, છેલડો શ્રી ઘનશ્યામ રે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી