આજ ગણપતિ દેવ દયાળ, વિઘન વિનાસેરે, ૪/૪

 આજ ગણપતિ દેવ દયાળ, વિઘન વિનાસેરે,

કરે સકળ મનોરથ સિદ્ધ, સેવતાં પાસે રે.       આજ.૧
અતિ અલોકિક આકૃતિ રે, શોભાના ભંડાર;
સુખદાયક સંસારમાં, ભવ ભક્તતણા ભયહાર.   સેવતા.૨
ખટમુખના બંધુ ખરારે, શંકર સુત સંસાર;
ગૌરી તનય ગુણવંત છે, જેને સેવે છે સંત અપાર  સેવતા.૩
શોભાના સમુદ્ર છો રે, દાસના ટાળણ ત્રાસ,
વાસ આપે વૈકુંઠમાં , કવિ ગુણ ગાવે અવિનાશ.   સેવતા.૪
 

 

મૂળ પદ

સખી ગવરીનો પુત્ર ગણેશ, ગણપતિ ગાઇયેરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી